એની ઉપમા કહી નવ જાય,
સુરતા રે ચાલ્યાં સાસરે
દયાળદાસે રે સુરતી વિવાહ કર્યાં, તેનું સાસસિરયુ કહ્યું સાર....
સુરતા રે૦
મન પિતા સુરતાને રે વિનવે, જાવું સાસરિયે પહેરી શણગાર...
સુરતા રે૦
સત ચિદાનંદ શણગાર પહેરિયા, ક્ષણ એક ન લાગી વાર...
સુરતા રે૦
મંછા માડીને રે ચરણે નમ્યાં, મન પિતાને કર્યાં રે જુહાર...
સુરતા રે૦
વળાવા વિચાર–કાકા આવિયા, સુબુદ્ધિ શાંતિ કાકીના ઉપકાર...
સુરતા રે૦
વિશ્વાસ વીરાજી રે સાથે આવિયા, ભાભી ભક્તિ વંદે નરનાર...
સુરતા રે૦
ભાવ મામે તે પણ આવિયા, પ્રીતિ મામી સાથે રે અપાર...
સુરતા રે૦
રહેણી રથ માંહી પ્રેમની રે ગાદીઓ, સુરતા બેઠાં છે છોડી લેાકાચાર...
સુરતા રે૦
પિતા કહે પુત્રી કલ્યાણ કહાવજો, સહેજો સ્વામી સહેત આચાર...
સુરતા રે૦
સદ્ગુરુજી તે આણે આવિયા, શબ્દ–સારથી રથ હાંકે નિરધાર...
સુરતા રે૦
સત્સંગ સાસરિયામાં ઊતર્યો, મળ્યાં નામ સ્વામી ને સુરતા-નાર...
સુરતા રે૦
મળ્યા અધર ઊર્ધ્વના રે ઘાટમાં, ખેલ્યાં અરસ પરસ પરાપાર...
સુરતા રે૦
સાસરિયે રે સમાતી રે શુદ્ધ થઈ, ઢીંગલીએ રે રમે નહિ લગાર...
સુરતા રે૦
કહે 'ધરમશી' સદ્ગુરુના રે સાથમાં રે, નિરાલંબ પદ બાવન બાર...
સુરતા રે૦
eni upma kahi naw jay,
surta re chalyan sasre
dayaldase re surti wiwah karyan, tenun sasasirayu kahyun sar
surta re0
man pita surtane re winwe, jawun sasariye paheri shangar
surta re0
sat chidanand shangar paheriya, kshan ek na lagi war
surta re0
manchha maDine re charne namyan, man pitane karyan re juhar
surta re0
walawa wichar–kaka awiya, subuddhi shanti kakina upkar
surta re0
wishwas wiraji re sathe awiya, bhabhi bhakti wande narnar
surta re0
bhaw mame te pan awiya, priti mami sathe re apar
surta re0
raheni rath manhi premni re gadio, surta bethan chhe chhoDi leakachar
surta re0
pita kahe putri kalyan kahawjo, sahejo swami sahet achar
surta re0
sadguruji te aane awiya, shabd–sarthi rath hanke nirdhar
surta re0
satsang sasariyaman utaryo, malyan nam swami ne surta nar
surta re0
malya adhar urdhwna re ghatman, khelyan aras paras parapar
surta re0
sasariye re samati re shuddh thai, Dhingliye re rame nahi lagar
surta re0
kahe dharamshi sadguruna re sathman re, niralamb pad bawan bar

સ્રોત
- પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : જોરાવરસિંહ જાદવ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1989