રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકંચનકાયા ઘડેલું એક કોડિયું રે,
કે જલતું આદિ તે કાલથી અખંડ;
દીવડો સુરગંગાથી ઊતર્યો રે.
દીવડામાં તેલ પૂર્યાં ત્રણ ગુણનાં રે,
કે દીવડાની વાટ પડી વરમંડ;
દીવડો સુરગંગાથી ઊતર્યો રે.
દીવડો ભીંજે ના હો જલધારથી રે,
કે દીવડો ડોલે ના વાયરે લગાર;
દીવડો સુરગંગાથી ઊતર્યો રે.
દીવડાને ફરતા કિરણના કેવડા રે,
કે અનહદ ભમરાના ગુંજાર;
દીવડો સુરગંગાથી ઊતર્યો રે.
સૂરજ, ચંદર ને નવલખ તારલા રે,
કે દીવડાનો એ તો આછો ઉન્મેષ;
દીવડો સુરગંગાથી ઊતર્યો રે.
દીવડો દાનેશરી ચૌદ લોકનો રે,
કે દીવડાનો તોયે ફકીરી વેશ;
દીવડો સુરગંગાથી ઊતર્યો રે
(૧૯પ૦)
kanchankaya ghaDelun ek koDiyun re,
ke jalatun aadi te kalthi akhanD;
diwDo surgangathi utaryo re
diwDaman tel puryan tran gunnan re,
ke diwDani wat paDi warmanD;
diwDo surgangathi utaryo re
diwDo bhinje na ho jaldharthi re,
ke diwDo Dole na wayre lagar;
diwDo surgangathi utaryo re
diwDane pharta kiranna kewDa re,
ke anhad bhamrana gunjar;
diwDo surgangathi utaryo re
suraj, chandar ne nawlakh tarla re,
ke diwDano e to achho unmesh;
diwDo surgangathi utaryo re
diwDo daneshri chaud lokno re,
ke diwDano toye phakiri wesh;
diwDo surgangathi utaryo re
(19pa0)
kanchankaya ghaDelun ek koDiyun re,
ke jalatun aadi te kalthi akhanD;
diwDo surgangathi utaryo re
diwDaman tel puryan tran gunnan re,
ke diwDani wat paDi warmanD;
diwDo surgangathi utaryo re
diwDo bhinje na ho jaldharthi re,
ke diwDo Dole na wayre lagar;
diwDo surgangathi utaryo re
diwDane pharta kiranna kewDa re,
ke anhad bhamrana gunjar;
diwDo surgangathi utaryo re
suraj, chandar ne nawlakh tarla re,
ke diwDano e to achho unmesh;
diwDo surgangathi utaryo re
diwDo daneshri chaud lokno re,
ke diwDano toye phakiri wesh;
diwDo surgangathi utaryo re
(19pa0)
સ્રોત
- પુસ્તક : પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 97)
- સર્જક : બાલમુકુન્દ દવે
- પ્રકાશક : વોરા એન્ડ કંપની
- વર્ષ : 1991
- આવૃત્તિ : પુનર્મુદ્રણ