Sun Mudh Mati Vishay Sukhnu Mithyapanu - Bhajan | RekhtaGujarati

સુણ મૂઢ મતિ વિષય સુખનું મિથ્યાપણું

Sun Mudh Mati Vishay Sukhnu Mithyapanu

ડોસા ભગત ડોસા ભગત
સુણ મૂઢ મતિ વિષય સુખનું મિથ્યાપણું
ડોસા ભગત

સુણ મૂઢ મતિ, શા માટે મૂંઝાય વિષય સુખમાહીં;

સુખ લેશ નથી, અંત સમે સરવે છે દુઃખદાઈ.

તું દેખ વિચારી ક્યાંથી થયું, વળી વણસે ત્યારે ક્યાં ગયું;

જો કોણની પાસ અખંડ રહ્યું. સુણ૦

જેમ મરુસ્થલમાં સરિતા દરશે, જેમ દરપણમાં પ્રતિબિંબ દીસે,

નથી વાસ્તવ પણ તુજને ભાસે. સુણ૦

જેમ મર્કટ ગુંજ વીણી લાવે, કરી પુંજ ફૂંકથી સળગાવે;

૫ણ ટાઢ રતીભર નવ જાયે. સુણ૦

સુખ સત્ય ઈચ્છતો હો જ્યારે, ગુરુ ચરણની રજ મસ્તક ધારે;

કહે ‘ડોસો’ વિશ્વપતિ તારે. સુણ૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 215)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927