sohang rupe kayanagarman raho chho - Bhajan | RekhtaGujarati

સોહંગ રૂપે કાયાનગરમાં રહો છો

sohang rupe kayanagarman raho chho

જીતામુનિ જીતામુનિ
સોહંગ રૂપે કાયાનગરમાં રહો છો
જીતામુનિ

આતમરામ! સોહંગ રૂપે કાયાનગરમાં રહો છો,

છસેં એકવીસ હજાર, ઓહંગ સોહંગ સર્વે કહો છો... ઓ૦

ત્યાં કથા ને કીર્તન થાયે છે, ત્યાં ગોવિંદના ગુણ ગાયે છે,

તે સુરતે કરી સંભળાયે છે... ઓ૦

મિથ્યા ‘હું’ કહેવાયે છે, ત્યારે જન્મ-મરણ કોને થાયે છે?

જેમ આવે તેમ જાયે છે... ઓ૦

નિરંતર આપે રહે છે, કહેરાવ્યું સરવે કહે છે,

જેમ આવે છે તેમ લે છે... ઓ૦

ઓહંકાર તો બીજ છે, દેહ સર્વે અનિત છે,

એવી જગતની રીત છે... ઓ૦

તનમન જેમ છે તેમ જાણો, તમે રેરଁકારમાં પરમાણો,

‘મુનિ જિતા’ કહે શબ્દે માણો... ઓ૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 128)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : 3