Sita ke shingar - Bhajan | RekhtaGujarati

સીતા કે શિનગાર

Sita ke shingar

રાધીબાઈ રાધીબાઈ
સીતા કે શિનગાર
રાધીબાઈ

સીતા કે શિનગાર રામ હે, ભરતજી બડ ભાય;

જાકો જુડ કદી નહિ રુચે, કરે ભક્તને સા’ય.

અજોધ પર આપ ઉડાઈ, ગયે સ્વર્ગ મોઝાર;

એક નાર જાનકીજી બાઈ, બીજી નહિ નિરધાર. સીતા૦

ભલા ભલાઈ રામ કી ગાવે, કરનહાર કરતાર;

રામનામ છે સંસારી, સારન કેરો સાર. સીતા૦

સુગ્રીવ કે વડે મિત જે, રામનામ ગુણધામ;

ભજન કરો બાઈ વાકુ સબ મિલિ, હો જાયેગા કામ. સીતા૦

ધન્ય ધન્ય દેવા તુઝા મહિમા, વાલ્મીકિ તો ગાય;

રાધીબાઈ બલિહાર છે, રામનામ કી સાય. સીતા૦

ગુન યાકો ક્યા ગાયે બાઈ, રાધી રખડતી રામ;

‘રાધીબાઈ’ અવધૂત ગુરુ કો, નમે નમે લઈ નામ. સીતા૦

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ-૬ (પૃષ્ઠ ક્રમાંક 202)
  • સંપાદક : હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
  • વર્ષ : 1890