Shyam rang samipe n javu mare - Bhajan | RekhtaGujarati

શ્યામ રંગ સમીપે ન જાવું મારે

Shyam rang samipe n javu mare

દયારામ દયારામ
શ્યામ રંગ સમીપે ન જાવું મારે
દયારામ

શ્યામ રંગ સમીપે જાવું મારે આજ થકી શ્યામ રંગ સમીપે જાવું !

જેમાં કાળાશ તે સૌ એક સરખું; સર્વમાં કપટ હશે આવું? મારે૦

કરતુરીની બિંદી કરું નહિ, કાજળ આંખમાં અંજાવું ! મારે૦

કોકિલાનો શબ્દ સુણું નહિ, કાગવાણી શુકનમાં લાવું ! મારે૦

નીલાંબર કાળી કંચુકી ના પે’રું, જમુનાના નીરમાં ના ન્હાવું ! મારે૦

મર્કટ, મણિ ને મેઘ દૃષ્ટે ના જોવાં, જાંબુ, વંત્યાક ને ખાવું ! મારે૦

‘દયા’ના પ્રીતમ સાથે મુખે નેમ લીધો,પણ મન કહે પલ ના નિભાવું ! મારે૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 150)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946