shun jane bhakti - Bhajan | RekhtaGujarati

શું જાણે ભક્તિ

shun jane bhakti

કલ્યાણ કલ્યાણ
શું જાણે ભક્તિ
કલ્યાણ

શું જાણે ભક્તિ વનચર વગડાનાં રે વાસી?

પાસે જઈને પ્રમોદીએ, તો નિશ્ચે જાયે નાસી રે,

સાધુ પુરુષનો સંગ કીધો, આપોઆપ ઉદાસી... શું જાણે૦

રઘવાયાં શાં વનમાં ભમતાં, ભૂંડી વાતો ભાસી રે,

ક્યાંથી આવ્યાં? ક્યાં જાવું છે? જોયું નહીં તપાસી... શું જાણે૦

આત્મદૃષ્ટિનો મર્મ જાણ્યો, હરિ વિના થઈ હાંસી રે,

કહે ‘કલ્યાણ’ રઘુનાથ ભજન મેં, ઘટમાં ગંગા કાશી... શું જાણે૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : 3