Shree viththalgruhe pragatiyo dipak - Bhajan | RekhtaGujarati

શ્રીવિઠ્ઠલગૃહે પ્રગટિયો દીપક

Shree viththalgruhe pragatiyo dipak

રૂપાંબાઈ રૂપાંબાઈ
શ્રીવિઠ્ઠલગૃહે પ્રગટિયો દીપક
રૂપાંબાઈ

શ્રીવિઠ્ઠલગૃહે પ્રગટિયો દીપક ત્રિલોક ઉદ્યોત હવો જી;

અઘોર તિમિર ટાળ્યું, રસલીલા પ્રગટ કરી,

એવા રે કૃપાલ શ્રીગોકુલનાથ જી.

ભૂતલ દેહ ધરી, દાસને હિતે કરી, નીરખીએ નયનાં તે ભરી ભરી જી.

સુખ તણું ધામ તે શ્રીવલ્લભ નામજી, કામ પૂર્ણ હવાં ભક્તનાં જી

પરમ મનોહર ઉદારરાયજી, રૂપાંબાઈ જાય તે વારણે જી.

સ્રોત

  • પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 151)
  • સંપાદક : પૂનમચંદ સાં. દોશી
  • વર્ષ : 1961