shilwant sadhune ware ware namiye - Bhajan | RekhtaGujarati

શીલવંત સાધુને વારે વારે નમીએ

shilwant sadhune ware ware namiye

ગંગાસતી ગંગાસતી
શીલવંત સાધુને વારે વારે નમીએ
ગંગાસતી

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેનાં બદલાય નહીં વરતમાન રે,

ચિત્તની વરતી જેની સદાય નિર્મળી, જેને મહારાજ થયા મહેરબાન રે.

ભાઈ રે શત્રુ કે મિત્ર રે નહિ એના ઉરમાં, જેને પરમારથમાં પ્રીત રે,

મન કર્મ વાણીએ વચનુંમાં ચાલે ને, રૂડી પાળે એવી રીત રે.

ભાઈ રે આઠે પહોર મનમસ્ત થઈ રહેવે, જેને જાગી ગયો તુરિયા તાર રે,

નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યાં ને, સદાય ભજનનો આહાર રે.

ભાઈ રે સંગતું કરો તો એવાની કરજો, ને ત્યારે ઊતરશો ભવપાર રે,

‘ગંગાસતી’ એમ બોલિયાં ને, જેને વચનુંની સાથે વેવાર રે.

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 297)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6