shabd wishe - Bhajan | RekhtaGujarati

શબ્દ વિશે

shabd wishe

આત્મદાસ આત્મદાસ
શબ્દ વિશે
આત્મદાસ

શબ્દ સજીવન મંત્ર હૈ, શબ્દ હૈ વાચા સિદ્ધ,

ચાર વેદ શબ્દાં રચ્યાં, અષ્ટ સિદ્ધિ નવ નિદ્ધ.

અષ્ટ સિદ્ધ નવ નિદ્ધ, શબ્દ મેં સૃષ્ટિ ઉપાઈ,

શબ્દ બ્રહ્મ નિર્વાણ, શબ્દ મેં બોલે ચાંઈ.

કુશબ્દ નિંબકાલ હૈ, સુશબ્દ જગજીવન,

શબ્દ વાચા સિદ્ધ 'આત્મ', શબ્દ હૈ મંત્ર સજીવન.

શબ્દભેદ વિચારિયે, કરો શબ્દ કી ખેાજ,

શબ્દ દી કીજે સાધના, મિલે શબ્દ મેં મોજ.

મિલે શબ્દ મેં મોજ, શબ્દ મેં રાખો સુરતી,

નિજ શબ્દ નિર્વાણ, શબ્દ મેં મહાપદમૂર્તિ.

આદ્ય અંત સહકોટી, મનેારથ અવિદ્યા મિટી અબુજ,

શબ્દભેદ વિચારી, 'આત્મા' કરો શબ્દ કી ખેાજ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારો (પૃષ્ઠ ક્રમાંક 337)
  • સર્જક : કચરાલાલ સવજીભાઈ સોની
  • પ્રકાશક : શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મહોત્સવ ગ્રંથ
  • વર્ષ : 1940