Sauthi samarath radhavarno aashro - Bhajan | RekhtaGujarati

સૌથી સમરથ રાધાવરનો આશરો

Sauthi samarath radhavarno aashro

દયારામ દયારામ
સૌથી સમરથ રાધાવરનો આશરો
દયારામ

સૌથી સમરથ રાધાવરનો આશરો, જેના જનને દૂભવી શકે નહિ કેઈ જો;

જમનું જોર ચાલે દોષ કરે કદા, ક્ષમા કરે કે હરિ ચાહે તે હોય જો. સૌથી૦

દેવ બીજા સૌ મોટા હરિના હુકમથી, સુર, બ્રહ્મા, શિવ-શક્તિ, શેષ, મહેશ જો;

કેશવ આગે બળ કેાઈનું ચાલે નહિ, દેવ સૌ રૂઠે હરિજન ડરે લેશ જો. સૌથી૦

જૂઠો હરિનો ભગત જગતમાં થઈ ફરે, એવાનું પણ માધવ રાખે માન જો;

બા'નું પિતાનું જોઈ પાળે બિરદને, જેમ જડ પુરોહિતને પોષે યજમાન જો. સૌથી૦

માયા કાળ તણો ભય કેાઈથી નવ ટળે, અભય અચળ કરવા સમરથ નહિ કેાઈ જો;

વિના એક શ્રી હરિવર-ગિરધરલાલછજી, સે'જ શરણ જાતામાં સન્મુખ જોઈ જો. સૌથી૦

એવા કરુણાનિધિ સમરથ શ્રી નાથજી, દાસ ‘દયા’ના પ્રીતમ પ્રાણાધાર જો;

એને મૂકી અન્ય તણો આશ્રય કરે, તે નિર્ભાગી મૂરખને સરદાર જો ! સૌથી૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 149)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946