જે છે પિંડમાં ઈ છે વરમાંડમાં,
વેદ કુરાને વખાણ્યા;
સતની પાવડી ઝીલે નર શૂરા,
તો મનવાંછિત ફળ માણ્યા...
પેલી પાવડીએ તર્યા પ્રેહલાદ, બીજીએ હરિશ્ચંદ્ર ને રોહિદાસ;
ત્રીજી પાવડીએ પુનવંતી તો ચોથીએ બાળિરાય...
સતની પાવડી...
પાંચમી પાવડીએ પરીક્ષિત નીરખ્યા, છઠ્ઠીએ મુનિ શુકદેવ;
સાતમી પાવડીએ શેઠ શગાળશા, આઠમી એ અમરસંગ...
સતની પાવડી...
નવમી પાવડીએ નીરખ્યા નવનાથ, દસમી પાવડીએ ઋષિ દશ;
અગિયારમી પાવડીએ એકાદશી, જેનો બારે ભાણ પરકાશ...
સતની પાવડી...
તેરમી પાવડીએ તુલસીનાં સત તોળાણાં, ચૌદમીએ સુરીજન શૂરા;
પંદરમી પાવડીએ પાંડવ પાંચે પરવરિયા, સોળમીએ ચંદરમાં પૂરા...
સતની પાવડી...
સત્તરમી પાવડીએ સાધુ સંત જ બેઠા, અઢારમીએ ઉનમુનિ જ્ઞાની;
ઓગણીસમી પાવડીએ અકળ ભવાની, વીસમીએ ધ્રુવ દયાની...
સતની પાવડી...
એકવીસમી પાવડીએ અલખનો વાસો, સાંભળજો સૌ વાજાં;
મુંજા પ્રતાપે ‘મેઘ જીવો’ બોલ્યા, ખુલ્યા દશમા દરવાજા...
સતની પાવડી...
je chhe pinDman i chhe warmanDman,
wed kurane wakhanya;
satni pawDi jhile nar shura,
to manwanchhit phal manya
peli pawDiye tarya prehlad, bijiye harishchandr ne rohidas;
triji pawDiye punwanti to chothiye baliray
satni pawDi
panchmi pawDiye parikshit nirakhya, chhaththiye muni shukdew;
satmi pawDiye sheth shagalsha, athmi e amarsang
satni pawDi
nawmi pawDiye nirakhya nawnath, dasmi pawDiye rishi dash;
agiyarmi pawDiye ekadashi, jeno bare bhan parkash
satni pawDi
termi pawDiye tulsinan sat tolanan, chaudmiye surijan shura;
pandarmi pawDiye panDaw panche parawariya, solmiye chandarman pura
satni pawDi
sattarmi pawDiye sadhu sant ja betha, aDharmiye unamuni gyani;
ognismi pawDiye akal bhawani, wismiye dhruw dayani
satni pawDi
ekwismi pawDiye alakhno waso, sambhaljo sau wajan;
munja prtape ‘megh jiwo’ bolya, khulya dashma darwaja

સ્રોત
- પુસ્તક : બીજમારગી ગુપ્ત પાટ-ઉપાસના અને કંઠસ્થ પરંપરામાં જળવાયેલી મહાપંથી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 166)
- સર્જક : ડૉ. નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 1995
- આવૃત્તિ : 1