
સતના બેલી! હાલો જામૈયે જઈએ
અડસઠ તીરથ જઈએને
ગંગા જમના ન્હાઈએ...
સતના બેલી...
પહેલો પહેલો જગન રચિયો પ્રેહલાદરાય,
કુંજર દોરીને ઊભા ધણીને દરબાર
સોના કેરો કળશ ને સોના કેરો પાટ
વરોંધ્યો વરોંધ્યો કુંજર ધણીને દરબાર
પાંચ પાંચ કરોડે કોળી-પાવળ વરતાય
બીજ ધરમ ક્રિયા હોય ન્યાં મળિયા
કુંજર ઊઠીને સિંહલદ્વીપમાં ભળિયા...
સતના બેલી!...
બીજો બીજો જગન રચિયો હરિશ્ચંદ્રરાય,
રેવત દોરીને ઊભા ધણીને દરબાર
રૂપા કેરો કળશ ને રૂપા કેરો પાટ
રૂપાને સિંગાસણ બેઠા નકળંગ રાય
વરોંધ્યો વરોંધ્યો રેવત ધણીને દરબાર
સાત કરોડે કોળી-પાવળ વરતાય
બીજ ધર્મ ક્રિયા હોય ન્યાં મળિયા
રેવત ઊઠીને સૂરજ રથમાં ભળિયા...
સતના બેલી!...
ત્રીજો ત્રીજો જગન રચિયો યુધિષ્ઠિરરાય,
કવલી દોરીને ઊભા ધણીને દરબાર
તાંબા કેરો કળશ ને તાંબા કેરો પાટ
તાંબાને સિંગાસણ બેઠા નકળંગીરાય
વરોંધી વરોંધી કવલી ધણીને દરબાર
નવ નવ કરોડે કોળી-પાવળ વરતાય
બીજ ધરમ ક્રિયા હોય ન્યાં મળિયા
કવલી ઊઠીને કદળીવનમાં ચરિયાં...
સતના બેલી!...
ચોથો ચોયો જગન રચિયો બળિરાય,
અજિયા દોરીને ઊભા ધણીને દરબાર
માટી કેરો કળશ ને માટી કેરો પાટ
માટીને સિંગાસણ બેઠા નકળંગીરાધ
વરોંધી વરોંધી અજિયા ધણી કેરે દ્વાર
બાર કરોડે કોળી-પાવળ વરતાય
ઊઠી ગઈ ગત્ય ને પડી છે અજિયાય
એડાં એડાં વચન મારા કળજુગનાં પરમાણ
બોલ્યા ‘મેઘ ધારુ’ મારા ગુરુને પરણામ...
સતના બેલી!...
satna beli! halo jamaiye jaiye
aDsath tirath jaiyene
ganga jamna nhaiye
satna beli
pahelo pahelo jagan rachiyo prehladray,
kunjar dorine ubha dhanine darbar
sona kero kalash ne sona kero pat
warondhyo warondhyo kunjar dhanine darbar
panch panch karoDe koli pawal wartay
beej dharam kriya hoy nyan maliya
kunjar uthine sinhladwipman bhaliya
satna beli!
bijo bijo jagan rachiyo harishchandrray,
rewat dorine ubha dhanine darbar
rupa kero kalash ne rupa kero pat
rupane singasan betha naklang ray
warondhyo warondhyo rewat dhanine darbar
sat karoDe koli pawal wartay
beej dharm kriya hoy nyan maliya
rewat uthine suraj rathman bhaliya
satna beli!
trijo trijo jagan rachiyo yudhishthirray,
kawli dorine ubha dhanine darbar
tamba kero kalash ne tamba kero pat
tambane singasan betha naklangiray
warondhi warondhi kawli dhanine darbar
naw naw karoDe koli pawal wartay
beej dharam kriya hoy nyan maliya
kawli uthine kadliwanman chariyan
satna beli!
chotho choyo jagan rachiyo baliray,
ajiya dorine ubha dhanine darbar
mati kero kalash ne mati kero pat
matine singasan betha naklangiradh
warondhi warondhi ajiya dhani kere dwar
bar karoDe koli pawal wartay
uthi gai gatya ne paDi chhe ajiyay
eDan eDan wachan mara kalajugnan parman
bolya ‘megh dharu’ mara gurune parnam
satna beli!
satna beli! halo jamaiye jaiye
aDsath tirath jaiyene
ganga jamna nhaiye
satna beli
pahelo pahelo jagan rachiyo prehladray,
kunjar dorine ubha dhanine darbar
sona kero kalash ne sona kero pat
warondhyo warondhyo kunjar dhanine darbar
panch panch karoDe koli pawal wartay
beej dharam kriya hoy nyan maliya
kunjar uthine sinhladwipman bhaliya
satna beli!
bijo bijo jagan rachiyo harishchandrray,
rewat dorine ubha dhanine darbar
rupa kero kalash ne rupa kero pat
rupane singasan betha naklang ray
warondhyo warondhyo rewat dhanine darbar
sat karoDe koli pawal wartay
beej dharm kriya hoy nyan maliya
rewat uthine suraj rathman bhaliya
satna beli!
trijo trijo jagan rachiyo yudhishthirray,
kawli dorine ubha dhanine darbar
tamba kero kalash ne tamba kero pat
tambane singasan betha naklangiray
warondhi warondhi kawli dhanine darbar
naw naw karoDe koli pawal wartay
beej dharam kriya hoy nyan maliya
kawli uthine kadliwanman chariyan
satna beli!
chotho choyo jagan rachiyo baliray,
ajiya dorine ubha dhanine darbar
mati kero kalash ne mati kero pat
matine singasan betha naklangiradh
warondhi warondhi ajiya dhani kere dwar
bar karoDe koli pawal wartay
uthi gai gatya ne paDi chhe ajiyay
eDan eDan wachan mara kalajugnan parman
bolya ‘megh dharu’ mara gurune parnam
satna beli!



સ્રોત
- પુસ્તક : બીજમારગી ગુપ્ત પાટ-ઉપાસના અને કંઠસ્થ પરંપરામાં જળવાયેલી મહાપંથી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 170)
- સંપાદક : ડૉ. નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1995