satguru sewaye satpath lewaye - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સતગુરુ સેવાયે સતપથ લેવાયે

satguru sewaye satpath lewaye

ઈબ્રાહીમ ઈબ્રાહીમ
સતગુરુ સેવાયે સતપથ લેવાયે
ઈબ્રાહીમ

સતગુરુ સેવાયે સતપથ લેવાયે, ચરણાંમાં શીશ નમાઈ,

સાન બતાવે તે સમજીને લેજો, પછે પ્રેમ શું કરિયો કમાઈ રે,

અચળ આસન કરો મેરુ ભીતર, સુરતાઓ સરતે જમાઈ રેજી.

મનડા સંગાતી મેળા છે કરવા, કઠણ જોગ કમાઈ,

નિરાકાર આકારમાં લાવી, જોઈ લો જોત્યો જગાઈ રે... અચળ૦

સહેજ સમાધિ નિરંજન છે કેરી, શ્વાસોના જાજો ગમાઈ,

એકવીસ હજાર છસો અજંપા, સમરી લો સોહંગ સમાઈ રે... અચળ૦

ભરમ મટે ત્યારે ભૈ સબ ભાગે, ભીતર તો જાશે ભળાઈ,

ટળે અંધારાં થાય અજવાળાં, એવી વાલાની અકળ કળાઈ રે... અચળ૦

વડો પંથ વાલુડાયે કરિયો, જોજો તનડા જાશે તળાઈ,

પાંડવ સરીખે પંથના માંય, કાયા હાડ હીમાળે ગળાઈ રે... અચળ૦

કહે 'ઈભરાહીમ' લાગી તે જાણે, સત બોલું રામ દુવાઈ,

પૂરા મળિયા મુંને સઈયદ સાંઈ, ધંન ધંન આજે નવાઈ રે... અચળ૦

સ્રોત

  • પુસ્તક : ઉત્તર ગુજરાતનું સંત-પંથ સાહિત્ય: વ્યાપ અને વૈવિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સર્જક : ડૉ. રાજેશ મકવાણા
  • પ્રકાશક : રાજેશ મકવાણા, 'આસ્થા' 64, ધર્મભૂમિ સોસાયટી, વિસનગર લિંક રોડ, મહેસાણા -384001
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 1