સતગુરુ મહારાજ
Satguru maharaj
જતુબાઈ - ૧
Jatubai - 1
જતુબાઈ - ૧
Jatubai - 1
સતગુરુ મહારાજ, પૂરણ પ્રેમ દયાલની મૂર્તિ છો તમે,
અવગુણ મ્હારા, કોટી છે પણ એકે ધરશો ન હૈયે.
મ્હારા અવગુણના ભંડાર ભર્યા,
મ્હારા વિકાર તો ના જાય કહ્યા;
તમો કિરપાનાથે નથી લહ્યા. સતગુરુ૦
મ્હારે લોભ તૃષ્ણા ઈર્ષ્યા ઘણી,
પ્રપંચ અવિદ્યા માંહી ભરી;
મ્હારે અહં-ગ્રંથિ તો નથી ગળી. સતગુરુ૦
હું તો અનેક વાર ચોરાશી ફરી,
મોહનિદ્રા આશાપાશ(માં) પડી;
હવે આવી સ્વામી તમ ભણી. સતગુરુ૦
મ્હારે મન બુધ ચિત્ત સ્થિર નથી,
રાખી ચરણને કરો સત મતિ;
મ્હારે કહેવું હતું તે કહ્યું કથી. સતગુરુ૦
પરમારથ બુદ્ધિ તમારી, ‘જતુ’ને લેજો ઉગારી,
છું ચરણરજ હું દાસી. સતગુરુ૦
સ્રોત
- પુસ્તક : પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 75)
- પ્રકાશક : સંતરામ સમાધિસ્થાન
- વર્ષ : 1886
