રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવૃક્ષ બીજમાં બીજ વૃક્ષમાં, થાણા ઠીક લગાયા રે,
કંઈક રાખે તજ બોયા ને કૂડા કપાસિયા જ કાઢ્યા,
અબ તે ખલકા ખૂબ બનાયા.
પવન પુરુષ પધાર્યા ઉસમેં, પવન પુરુષ પધાર્યા... ખલક૦
સુકરણ નારી કા તન લાગી, સૂક્ષમ તાર મિલાયા,
તીન તાગડે તડી બનાઈ, પાંચ તંત્ર કા તાણા... ખલક૦
મહા કવેશ્વર વણવા બેઠા, હરદમ તાર મિલાયા,
વણતાં વણતાં નવ માસ લાગ્યા, ત્યાં પચરંગી રેજા લાયા... ખલક૦
સત કી સેાય ધર્મ કા ધાગા, સતગુરુ સીવણ લાગા,
ટુકડા જો ભેગા કીના, સાંધા ઠીક લગાયા... ખલક૦
કેવળ કરીને ગુરુ પૂરા મળિયા, જૂના દેશ બતાયા,
ભવસાગરમાં તારી લીધા, ‘ગણેશપુરી’એ ગુણ ગાયા... ખલક૦
wriksh bijman beej wrikshman, thana theek lagaya re,
kanik rakhe taj boya ne kuDa kapasiya ja kaDhya,
ab te khalka khoob banaya
pawan purush padharya usmen, pawan purush padharya khalak0
sukran nari ka tan lagi, suksham tar milaya,
teen tagDe taDi banai, panch tantr ka tana khalak0
maha kaweshwar wanwa betha, hardam tar milaya,
wantan wantan naw mas lagya, tyan pachrangi reja laya khalak0
sat ki seay dharm ka dhaga, satguru siwan laga,
tukDa jo bhega kina, sandha theek lagaya khalak0
kewal karine guru pura maliya, juna desh bataya,
bhawsagarman tari lidha, ‘ganeshapuri’e gun gaya khalak0

સ્રોત
- પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 221)
- પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર, રીચી રોડ, અમદાવાદ
- વર્ષ : 1925
- આવૃત્તિ : 2