wawang dharti ne wawang kaya - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાવંગ ધરતી ને વાવંગ કાયા

wawang dharti ne wawang kaya

ગોરખનાથ ગોરખનાથ
વાવંગ ધરતી ને વાવંગ કાયા
ગોરખનાથ

વાવંગ ધરતી ને વાવંગ કાયા, વાવાઈ વરસ્યા વરસે,

મારા મરઘા પારકાં ખેતર, સાધુ સંત રે જાના.

પારકું તે રૂપ જોઈ ડીલ ડગાવો,

જીતી બાજી હારી જાશે... મારા૦

પારકું ખેતર જેઈ બીજ મત વાવો,

વાવીને પછી પસ્તાશે... મારા૦

ત્રાંબા પીતળની ઘાણીએ પીલાશો,

પાપી પામર પ્રાણી... મારા૦

મચ્છંદર પ્રતાપે જતિ 'ગોરખ' બોલ્યા,

અનુભવ અમૃત વાણી... મારા૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 79)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર, રીચી રોડ, અમદાવાદ
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : 2