samjan winani sadhana - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સમજણ વિનાની સાધના

samjan winani sadhana

કરમણ ભગત કરમણ ભગત
સમજણ વિનાની સાધના
કરમણ ભગત

નિત્ય ઊઠીને બાવો નાવે ને ધાવે,

માંહ્યલા મેલ બાવો નહિ ધેાવે,

અજ્ઞાનીને ભલે જ્ઞાન બતાવે,

તોય સમજણ તેને નહિ આવે... નિત્ય૦

જોગી હોકર રહેવે જંગલ મેં, કાળ ક્રોધ બાવો બહુ લાવે,

વરતી એની વાળી શકે નહિ, ત્યાં પરમેશ્વર નહીં આવે... નિત્ય૦

વિભૂતિ ચાળે ને બાવો જટા વધારે, વિષયવાસના મહુ લાવે,

ભભૂતી ભેદ જાણે, ત્યાં પરમેશ્વર નહીં આવે... નિત્ય૦

ગુફામાં બેસી બાવો સાધે ગેાટકા, વીરવિદ્યા માવા બહુ લાવે,

સમજણ વિનાની કરે સાધના, ત્યાં પરમેશ્વર નહીં આવે... નિત્ય૦

ધનદોલતનો કરે બાવો ઢગલો, કોઈની સાથે કંઈ નહિ આવે,

'કરમણ'ને ગુરુ મોરાર મળિયા, નિરગુણ* હોઈ કર ગુણ ગાવે... નિત્ય૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 138)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1989
  • આવૃત્તિ : 1