samaj samaj ke riyo samai - Bhajan | RekhtaGujarati

સમજ સમજ કે રિયો સમાઈ

samaj samaj ke riyo samai

ગોવિંદરામ સાહેબ ગોવિંદરામ સાહેબ
સમજ સમજ કે રિયો સમાઈ
ગોવિંદરામ સાહેબ

સમજ સમજ કે રિયો સમાઈ, અબ સમજણ કછુ પાછળ નાંઈ રે જી.

સતગુરુ મળિયા સમર્થ સાંઈ, સોહં સાં સહેજ સમજાઈ રે જી... સમજ૦

નુરતા મિલી નાદ સે જાઈ, સુરત સૂન શિખર ગઢ માંઈ રે જી... સમજ૦

સુખમન સાં સહેજે ચડી આઈ, ઉન્મુનીએ આપ ઓળખાઈ રે જી... સમજ૦

માધવદાસ ચરણ સુખ પાઈ, દાસ ‘ગોવિંદ’ તેરા ગુણ ગાઈ રે જી... સમજ૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 255)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6