raheniman ek saheb sujhe - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રહેણીમાં એક સાહેબ સૂઝે

raheniman ek saheb sujhe

ઉમર બાવા ઉમર બાવા
રહેણીમાં એક સાહેબ સૂઝે
ઉમર બાવા

રહેણીમાં એક સાહેબ સૂઝે, નુક્તે સાંઈ નિવાજે.

કર્યાં કરમ ભોગવવા પડશે, કરમ કરી બંધાયા,

વસ્તુ રૂપ પર વારી જાઉં, પહેલું રૂપ છે કાયા રે... રહેણીમાં૦

ઢોંગ કરીને ધૂતી ખાતા, સુખે સૂવા કાજે,

પોતાનું મન જીત્યા વિના, સાહેબ ક્યાંથી રાચે રે... રહેણીમાં૦

રહેણીનો રંગ માતો કહીએ, તરવેણીમાં તારે,

દાસ ‘ઉમર’ પર દયા સતગુરુની, નૂર નજરે ભાળે રે... રહેણીમાં૦

સ્રોત

  • પુસ્તક : મુસલમાની ગૂર્જર-સાહિત્ય (પૃષ્ઠ ક્રમાંક 728)
  • પ્રકાશક : હરગોવિંદ દ્વા. કાંટાવાળા. 'સાહિત્ય'
  • વર્ષ : 1922