poorn brahm puri rahyo - Bhajan | RekhtaGujarati

પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો

poorn brahm puri rahyo

ગવરીબાઈ ગવરીબાઈ
પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો
ગવરીબાઈ

પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો, અખંડ એક સ્વામી.

ચૌદ ભોવન વ્યાપી રહ્યો હરિ ત્યાંહી.

બાહિર ભીતર જ્યાંહી, તુંહી મોહ નામી... પૂર્ણ૦

ચંદ મેં તું ચૈતન્ય તું, સૂરજ મેં તું તેજ,

નાહક ભજે, તું વિના, દસોદિશ જામી... પૂર્ણ૦

રૂપ નહીં, રંગ નહીં, વર્ણ નહીં વિભૂ,

નિરંજન નિરાકાર, નહીં માયા કામી... પૂર્ણ૦

‘ગવરી’ ગુરુ જ્ઞાન પ્રકાશ, તિમિર ભયો રી નાશ,

ભાગ્યો બ્રહ્મ ચિદ વિલાસ, પૂર્ણ પદ પામી... પૂર્ણ૦

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન-1 (પૃષ્ઠ ક્રમાંક 827)
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ સિરીઝ, મુંબઈ
  • વર્ષ : 1890
  • આવૃત્તિ : 3