jene lagi turiya tali - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જેને લાગી તુરિયા તાળી

jene lagi turiya tali

કહળસંગ ભગત કહળસંગ ભગત
જેને લાગી તુરિયા તાળી
કહળસંગ ભગત

જેને લાગી તુરિયા તાળી,

જેણે કામની ભે ભાંગી... ગુરુજીને

ક્યાંથી ઊપજ્યો ક્યાં સમાણો,

પદ તો કોઈ અનુભવી પાવે,

જેણે સહેજે સમાધિ આવે,

ગુરુજીને કોઈ સેવો કોઈ સેવો... ગુરુજીને૦

કાયર નર કળવા લાગ્યા,

દૂર દેશ નહીં જાવે,

મરજીવા મધદરિયે માણે,

મેરામ ખોજી માણે... ગુરુજીને૦

ગુરુજી મળે તો મહાસુખ થાવે,

જેને કામ ક્રોધ મટી જાવે,

પ્રેમે સદ્‌ગુરુ પૂરણ મળ્યા,

તો સહેજે સાધ આવે... ગુરુજીને૦

આતમાને ઓળખ્યો તેવા નિર્ભય થયા,

સ્થિર સ્થાનક ઠેરાયા,

ગુરુ પ્રતાપે બોલ્યા ‘કહળસંગ’,

પીધા છે પ્રેમના પ્યાલા... ગુરુજીને૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાની ગંગાસતીનું દર્શન (પૃષ્ઠ ક્રમાંક 171)
  • સર્જક : લક્ષ્મણ પિંગળશીભાઈ ગઢવી
  • પ્રકાશક : શ્રી મેરુભા ગઢવી સ્મૃતિ પ્રકાશન, સરસ્વતી બંગ્લોઝ, 9એ – પટેલ કોલોની – રોડ નં. 4, કવિશ્રી પિંગળશીભાઈ ગઢવી માર્ગ, જામનગર – 361008
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 2