brahmno bhed jane jan anubhwi - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બ્રહ્મનો ભેદ જાણે જન અનુભવી

brahmno bhed jane jan anubhwi

ગવરીબાઈ ગવરીબાઈ
બ્રહ્મનો ભેદ જાણે જન અનુભવી
ગવરીબાઈ

બ્રહ્મનો ભેદ જાણે જન અનુભવી, ભેદ જાણ્યા વિના ભ્રમણા જાવે,

ભ્રમણા ગયા વિના કરમ કહો કેમ ગળે, કર્મ ગયા વિના મરમ પાવે... બ્રહ્મ૦

મરમ લહ્યા વિના સંશયન ટળે, સંશય ટળ્યા વિના સર્વ કાચું,

કથની કથે અર્થ બહુ અનુભવે, રહેણી વિના પદ કેમ પામેં સાચું... બ્રહ્મ૦

સાચું સિદ્ધાંતનું રહસ્ય સમજે નહીં, સમજ્યે અરથ કશું સરે,

અનાત્મા સુઆત્માબુદ્ધિ જોએ, તેણે કરી વાસનાનું લિંગ ગળે... બ્રહ્મ૦

અણલિંગીને અનુભવી જાણજો, તેજ તત્ત્વદર્શી રહે જોઈ,

‘ગવરી’ આત્મા પરમાત્મા એક ભયે, દ્વૈતભાવ છોસે કોઈ... બ્રહ્મ૦

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન-1 (પૃષ્ઠ ક્રમાંક 828)
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ‘ગુજરાતી’ પ્રિન્ટિંગ પ્રેસ સિરીઝ, મુંબઈ
  • વર્ષ : 1890
  • આવૃત્તિ : 3