bhulya sheed bhamo chho? - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભૂલ્યા શીદ ભમો છો?

bhulya sheed bhamo chho?

કાનપરી કાનપરી
ભૂલ્યા શીદ ભમો છો?
કાનપરી

ભૂલ્યા શીદ ભમો છો રે,

જાય હરિભજ્યાનું ટાણું,

હરતાં ને ફરતાં હરિ સમરી લે,

તારું શું બેસે છે નાણું

સંતો, શું બેસે છે નાણું ?

સમી સાંજનો સૂઈ રહ્યો છો

હમણાં વાશે વાણું... ભૂલ્યા૦

માથે આવ્યું તો નહિ મેલે,

જેમ ધૂંઘટમાં ઘેરાણું,

સંતો, ઘૂંઘટમાં ઘેરાયું.

ઓચિંતાના જમ આવશે તારું

પડ્યું રે'શે પરિયાણું... ભૂલ્યા૦

ભર્યું ભરાય નહિ, ઠાલે ઠાલું,

માયા છે મોટું માણું,

સંતો, માયા છે મોટું માણું,

બળી બળીને ઓલાઈ જાશે

જેમ સગડી માંયલું છાણું... ભૂલ્યા૦

દીધા વિના તમે કયાંથી પામશો ?

વાત હું જાણું,

સંતો, વાત હું જાણું,

કહે કાનપરી આંહીં સમજો તો

પરે નથી ઠેકાણું...

ભૂલ્યા તમે શીદ ભમો છો રે,

જાય હરિભજ્યાનું ટાણું

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 261)
  • સર્જક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1991