Santo tanma khoji tapasya - Bhajan | RekhtaGujarati

સંતો તનમાં ખોજી તપાસ્યા

Santo tanma khoji tapasya

સવા ભગત સવા ભગત
સંતો તનમાં ખોજી તપાસ્યા
સવા ભગત

સંતો તનમાં ખાજી તપાસ્યા,

ત્યારે પ્રશ્ન નિરંતર ભાસ્યા.

મૂળ મંત્ર કો મરમ વિચારો જી, શબદ બતાયા સાચા

ગુપત અંક એક દેખ્યો ગગનમાં, ત્યાં નિરભે કિયા નિવાસા. - સંતો...

દ્વૈતિયા નાશ ભયો દિલ ભીતર, મૈં તો દોઈ દિન કા દાસા

અરધમાં વ્યાપક એહી તંત હૈ, સબ મેં સોહં પ્રકાશા. - સંતો...

ભયો ભોર વીતી ગઈ રજની જી, મટી અંતર કી આશા

તારાગણ કી જોત છુપાવી, જબ ભયા ભાણ પ્રકાશા. - સંતો...

અગમ પંથમાં ઊલટા ચલીએ જી, જ્યાં નામ રૂપ કા નાશા

દાસ સવો ફુલગરજી ચરણે, પ્રેમ તંત પ્રકાશ્યા. - સંતો...

સ્રોત

  • પુસ્તક : બ્રહ્મનિષ્ઠ ભક્ત સવારામ કૃત કાવ્ય (પૃષ્ઠ ક્રમાંક 14)
  • પ્રકાશક : બળદેવદાસ સદ્‌ગુરુશ્રી સવારામ સાહેબ
  • વર્ષ : 1973