santo bhai re - Bhajan | RekhtaGujarati

સંતો ભાઈ રે

santo bhai re

કબીર કબીર
સંતો ભાઈ રે
કબીર

સંતો ભાઈ રે ઉન ઘર કી મોહે ગત સમજાવો,

જિન ઘર સે બ્રહ્મ આયા જી,

સંતો ભાઈ રે કાયા છોડ ચલે જબ હંસા,

તબ જીવડા કહાં જાઈ સમાયા જી.

સંતો ભાઈ રે કોઈક પૂજે શિવ શક્તિ કું,

કોઈક પીર મનાવે જી,

સંતો ભાઈ રે અલખ પુરુષ કી આદ જાણે,

ફોકટ ફેરા ખાવે જી... સંતો૦

સંતો ભાઈ રે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ સ્વામી,

પથરા નામ ધરાયા જી,

સંતો ભાઈ રે ઉન પથરે કું કાલ વ્યાપે,

સૂતા પર મર જાવે જી... સંતો૦

સંતો ભાઈ રે ઘડ્યા દેવલ કું અબકો માને,

અણઘડ માને કોઈ જી,

સંતો ભાઈ રે નુરત સુરત કો જો કોઈ માને,

નિરભે કા ફળ સોઈજી... સંતો૦

સંતો ભાઈ રે ઘાટ વેરાટ કછુ બી હોતા,

પૂરન હુતી માયા જી,

સંતો ભાઈ રે મૈં મેરી મમતા કું માર હટાયા,

તબ જોઈ સૂક્ષ્મ પાયા જી,

સંતો ભાઈ રે સુરતા સુહાગણ ચરણ જાઈ લોટી,

તબ જાઈ પ્રીતમ પાયા જી... સંતો૦

સંતો ભાઈ રે જ્ઞાન ધ્યાન સમજ મન મેરા,

ગુરુગમ સે ભેદ પાયા જી,

સંતો ભાઈ રે કહેત 'કબીર' અલખ અવિનાશી,

યમ કે સંકટ સે છુડાયા જી... સંતો૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 105)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર, રીચી રોડ, અમદાવાદ
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : 2