Sant karo ne vichar re - Bhajan | RekhtaGujarati

સંત કરો ને વિચાર રે

Sant karo ne vichar re

હરિદાસ હરિદાસ
સંત કરો ને વિચાર રે
હરિદાસ

તમે સંત કરો ને વિચાર રે, શૂરા કરો ને વિચાર રે,

બોલનહારા ક્યાં વસે?

શૂન-મંડળમાં ધમધમ્યા, પવન છે આહાર રે–રામ.

પિંડ બ્રહ્માંડે પરવર્યો - નિરાધારનો આધાર રે - બોલનહારો૦

છે પાણીથી પાતળા, જેસી ધુંવાધાર રે

ગગનમંડળમાં ગાજિયો ગાજિયો અપરંપાર રે - બોલનહારો૦

તન મન કેતાં તાનપુરા, તેને બાંધેા ત્રિગુણી તાર રે,

સોળ બાંધીને સરત કરે - બેલે બાવન બાર રે - બોલનહારો૦

દેવરામ ગુરુએ દયા કરી, મને સંત મળ્યા સુજાન રે,

'હરિદાસ' કેરાં વચન સુણીને,

મારા ગુરુએ બતાવ્યાં જ્ઞાન રે - બોલનહારો૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1989