upaDya lai paygam - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઊપડ્યા લઈ પયગામ

upaDya lai paygam

સુધાંશુ સુધાંશુ
ઊપડ્યા લઈ પયગામ
સુધાંશુ

ઊપડ્યા લઈ પયગામ,

હંસલા! સરવરનીલ સલામ;

ગગનવિશાળા ગામ,

હંસલા! સરવરનીલ સલામ.

અમે રહ્યાં સરવર ને સાચા

સાગર રચા બેફામ;

તમે અતિથિ અનહદ જાતા

કુરનીશ સભર સલામ.

હંસલા! સરવરનીલ સલામ.

પવન સ્હેજો ને ધનને કહેજો

વીજશિખર પર ધામ;

તમે તમારા સ્વયં ઘોડલે

બનજો બિન લગામ.

હંસલા ! સરવરનીલ સલામ!

ઊપડ્યા લઇ પયગામ,

ગગનવિશાળા ગામ;

હંસલા! સરવરનીલ સલામ!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004