Samje to ghanu saru re - Bhajan | RekhtaGujarati

સમજે તો ઘણું સારું રે

Samje to ghanu saru re

ગણપતરામ ગણપતરામ
સમજે તો ઘણું સારું રે
ગણપતરામ

સમજે તો ઘણું સારું રે,

મૂરખ મને સમજે તો ઘણું સારું,

સમજે તો ઘણું સારું, વારે વારે તને વારું;

માની લે કહ્યું મારું રે. મૂરખ મન સમજે તો૦

કાયા માયા જૂઠી કેવી, ઝાંઝવાનાં નીર જેવી,

તારી સત્ય જાણ તેવી રે. મૂરખ મન સમજે તો૦

સુત દારા સેજ સારી, બંગલા બેઠક બારી;

તેમાં મતિ મોહી તારી રે. મૂરખ મન સમજે તો૦

ભોગ તારે મન ભાવે, અંતે વાસે નહીં આવે;

લેશ નવ લાજ લાવે રે. મૂરખ મન સમજે તો૦

જૂઠી બાજી તો જાણી, વદી લેને સાચી વાણી;

કરને ખરી કમાણી રે. મૂરખ મન સમજે તો૦

મનુષ્ય જનમ મળ્યો, પ્રભુને પંથ પળ્યો;

ભૂત પ્રેત માહી ભળ્યો રે. મૂરખ મન સમજે તો૦

ઠરી લે ઉત્તમ ઠામે, દુઃખ નહીં ભાગે દામે;

ગાયું ‘ગણપતરામે’ રે. મૂરખ મન સમજે તો૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 72)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963