સમરને શ્રીહરિ, મેલ ભમતા પરી
Samarne Shreehari mel bhamta pari
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
સમરને શ્રીહરિ, મેલ ભમતા પરી, જોને વિચારીને મૂળ તારું;
તું અલ્યા કોણ ને કેાને વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું. - સ૦
દેહ તારી નથી, જો તું જુગતે કરી, રાખતાં નવ રહે નિશ્ચે જાયે;
દેહ સંબંધ તજે, નવનવા બહુ થશે, પુત્ર કલત્ર (૧) પરિવાર વહાયે. (૨) – સ૦
ધનતણું ધ્યાન તું, અહોનિશ આદરે, એ જ તારે અંતરાય મોટી;
પાસે છે પિયુ અલ્યા, કેમ ગયો વીસરી હાથથી બાજી ગઈ થયો રે ખોટી. - સ૦
ભરનિદ્રા ભર્યો, રંધી (૩) ઘેર્યો ઘણો, સંતના શબ્દ સુણી કાં ન જાગે;
ન જાગતાં ‘નરસૈયા’, લાજ છે અતિ ઘણી, જનમોજનમ તારી ખાંત ભાગે. - સ૦
સ્રોત
- પુસ્તક : મીરાં અને નરસિંહ (પૃષ્ઠ ક્રમાંક 68)
- સંપાદક : હરસિદ્ધભાઈ વ. દિવેટિયા
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1944
