Samaj samaj man murkha - Bhajan | RekhtaGujarati

સમજ સમજ મન મૂરખા

Samaj samaj man murkha

ગૌરીશંકર ગૌરીશંકર
સમજ સમજ મન મૂરખા
ગૌરીશંકર

સમજ સમજ મન મૂરખા, આંતર માહી વિચારી.

આ૫ અસલને ઓળખે, થાતો આનંદ ભારી. સમજ૦

જંગલ જંગલ જે કારણે, ભટકે બનીને ઉદાસી,

તે રે તારા ઘટમાં વસે, મૂરખ જોને વિમાસી. સમજ૦

ગંગાતટે ઘર તાહેરુ, તૃષા શાને ખમે છે?

ફોગટ ફાફા મારતા, ભૂલો કેમ ભમે છે? સમજ૦

સંત કમળપદ સેવને, મળશે નિર્મળ જ્ઞાન;

‘ગૌરી’ શિખામણ સાંભળી, તજી દે અન્ય તૂફાન. સમજ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 188)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963