sakat–kunDli - Bhajan | RekhtaGujarati

સકત–કુંડળી

sakat–kunDli

અગરસિંહ અગરસિંહ
સકત–કુંડળી
અગરસિંહ

દેખો દિલમાં દોરી, સપ્ત ભોમિકા શેરી,

સુરતા લાગી હૈ મેરી.... દેખો દિલમાં.

નૂરત નાળી, સૂરત સાંધિ, સાંધ્યા મહાન મસ્તાના હેજી....

ઊલટા મારગ આપે લિયા

ગુરુગમ સે જોરી, સંતો દેખો દિલમાં...

હમદમ હેરી સુખમણુ શેરી, નાદ નિરંતર દેખ્યા હેજી....

તિમિર નાદ મેં તાળી લાગી

ઝાલરી ડંકા ભેરી, સંતો દેખો દિલમાં...

અપાન જ્યોતિ આગે ચાલ્યા, પચ્છમ દેશ પરવરિયા હેજી...

સકત કુંડળી સનમુખ લીધી

અનહદ ચક્કર ઓરી, સંતો દેખો દિલમાં...

જ્યોતિ જાગી, ભ્રાંતિ ભાંગી, લહેર લાગી અખંડી હેજી...

ગુરુ 'અગરસિંહ' નિશાની, ગુરુગમ સે હેરી...

સંતો દેખો દિલમાં...

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ
  • વર્ષ : 1989