sagpan sachun shanun bhai - Bhajan | RekhtaGujarati

સગપણ સાચું શાનું ભાઈ

sagpan sachun shanun bhai

કલ્યાણ કલ્યાણ
સગપણ સાચું શાનું ભાઈ
કલ્યાણ

સગપણ સાચું શાનું ભાઈ, શું માયાને વળગું રે?

ગરજાગરજે સહુ મળ્યું, તે અંતે રહેશે અળગું રે... સગપણ૦

ધનને કાજે તન પીલીને, ભૂમિ ભેળું ભળવું રે,

ઘડી એક તો પ્યારી જાય છે, તારે તો છે મરવું રે... સગપણ૦

ઊંચા ઊંચા મહેલ બનાવી, ફૂલ્યાં ફૂલ્યાં ફરવું રે,

મંદિરમાં કોણ મા’લશે? તારે તો છે મરવું રે... સગપણ૦

બચકે બાંધ્યાં વસ્ત્ર ને વાઘા, ઘણું ઘણેરું ગરવું રે,

પટોળાં તારાં કોણ પહેરશે? તારે તો છે મરવું રે... સગપણ૦

ઘોડા હાથી માલ ખજાના, સુખપાલમાં ફરવું રે,

એમાં જોને કોણ મા’લશે? તારે તો છે મરવું રે... સગપણ૦

ભજન કરી લે મન વૈરાગી, ફટ હૈયાના ફૂટ્યા રે,

હે ‘કલ્યાણ’ કહ્યું નવ માને, એમ દિવસ તને રૂઠ્યા રે... સગપણ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ 1-2 (પૃષ્ઠ ક્રમાંક 51)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1963
  • આવૃત્તિ : 3