Sadhu vichari shabde chalo - Bhajan | RekhtaGujarati

સાધુ વિચારી શબ્દે ચાલો

Sadhu vichari shabde chalo

હરિસાહેબ હરિસાહેબ
સાધુ વિચારી શબ્દે ચાલો
હરિસાહેબ

સાધુ વિચારી શબ્દે ચાલો, આગળ કર્મના નહિ અડે,

નુરતે-સુરતે સ્મરણ કરી લે, ગગન મંડળમાં નિશાન ગડે... સાધુ૦

મૂળ બાંધો સુષુમણા સાધો, દૃઢ રાખો મન એક ઘડે,

પ્રેમ નિશાની નિશ્ચય પકડો, ચડનારા તો એમ જ ચડે... સાધુ૦

દિલ દરિયામાં ડૂબકી દેના, મરજીવાને મોજ મળે,

સાધુ સંતની સેવા કરો તો, અમર વસ્તુ એમ જડે... સાધુ૦

શબ્દે શૂરા પ્રેમે પૂરા, ખરી વેળાએ એ કેમ ખડે?

‘હરિદાસ’ ખમ્યાના ચરણે, ગોતી લ્યો તો ગુરુદેવ મળે... સાધુ૦

સ્રોત

  • પુસ્તક : મેરી નજરે મોતી આયા (પૃષ્ઠ ક્રમાંક 173)
  • સંપાદક : સ્વામી હરિદાસ ભારતી
  • પ્રકાશક : ઓશો પ્રેમકમલ ધ્યાન કેન્દ્ર
  • વર્ષ : 2005