sadhu taro sangado na chhodu mere lal - Bhajan | RekhtaGujarati

સાધુ તારો સંગડો ન છોડું મેરે લાલ

sadhu taro sangado na chhodu mere lal

ત્રિકમસાહેબ ત્રિકમસાહેબ
સાધુ તારો સંગડો ન છોડું મેરે લાલ
ત્રિકમસાહેબ

સાધુ તારો સંગડો છોડું મેરે લાલ,

લાલ મારા દિલમાં લાગી વેરાગી જી....સાધુ તારો સંગડો.

કપડાં બી ધોયાં સંતો, અંચલા બી ધોયા,

જબ લગ મનવો ધોયો મેરે લાલ,

લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો.

દિલમાં લાગી સંતો, જોયું મેં જાગી હે જી,

ખેલતાં માળે ઘેરી, ગગન ગાજે મેરે લાલ,

લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો.

વસ્તીમાં રે'ના સંતો, માગીને ખાના જી

ટુકડે મેં ટુકડા કરી દેના મેરે લાલ,

લાલ મારા દિલમાં લાગી વેરાગી જી.. સાધુ તારો સંગડો.

હે...જી કૂડી રે કાયા સંતો, એમાં

માનસરોવર હંસો ઝીલન આયો લાલ,

લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો.

ત્રિકમ સાહેબ ગુરુ ખીમને ચરણે,

હે...જી સંત મળ્યા છે સોહાગી મેરે લાલ,

લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો.

સ્રોત

  • પુસ્તક : 'સંત ત્રિકમસાહેબનાં પદો' (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : ઉમિયાશંકર અજાણી
  • પ્રકાશક : અજાણી પ્રકાશન
  • વર્ષ : 2006