sadhu ajab bana ektara - Bhajan | RekhtaGujarati

સાધુ અજબ બના એકતારા

sadhu ajab bana ektara

કાજી અનવર મિયાં કાજી અનવર મિયાં
સાધુ અજબ બના એકતારા
કાજી અનવર મિયાં

સાધુ અજબ બના એકતારા હો જી,

જાકો અલખ બજાવનહારા, મેરે સંતો !... અજબ૦

સાધુ સુરતા કા તાર નુરત કી ખૂંટી,

વામેં સોહં શબ્દ ઝણકારા, મેરે સંતો !... અજબ૦

સાધુ સત કા હૈ તુંબા, સુખમણ હૈ નાલી,

વામેં નિશ્ચે નખી કો સમારા, મેરે સંતો !... અજબ૦

સાધુ શીલ કી ખાલ, સંતોષ કી મેખાં,

વામેં જ્ઞાન ઘોડી કા સહારા, મેરે સંતો !... અજબ૦

સાધુ ભજન કા રંગ, ભાવ કી હૈ કલગી,

જામેં હરિજનને જ્ઞાન બિચારા, મેરે સંતો !... અજબ૦

સાધુ તાર મિલા કે બજાવન લાગે,

બાજા તું હી તું હી કા રણકારા, મેરે સંતો !... અજબ૦

‘જ્ઞાની’ ઈસ હી રાગ મેં મગન હોઈ રહેતે,

પ્રીતે પ્રેમરસ મન ધારા, મેરે સંતો !... અજબ૦

રસપ્રદ તથ્યો

આ ભજન આત્મધ્યાનસંબંધી છે. આત્મધ્યાનને એકતારાની ઉપમા આપી છે, જેમ એકતારાની રચનામાં તાર, ખૂંટી, ઘોડી, નાળી, ચામડું વગેરે વસ્તુઓની જરૂર પડે છે તેમ આત્મધ્યાનમાં સુરત, સત્ય, સંતોષ, શીલ વગેરે ગુણોની જરૂર પડે છે તે આ ભજનમાં બતાવવામાં આવ્યું છે.

સ્રોત

  • પુસ્તક : અનવર કાવ્ય (ગુલશને ખુશી) (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : શેઠ હઠીસંગ ચુનીલાલ
  • પ્રકાશક : શ્રી હરિહર પુસ્તકાલય, સુરત