roii roii kene sambhalvun re! - Bhajan | RekhtaGujarati

રોઈ રોઈ કેને સંભળાવું રે!

roii roii kene sambhalvun re!

જેસલ જેસલ
રોઈ રોઈ કેને સંભળાવું રે!
જેસલ

રોઈ રોઈ કેને સંભળાવું રે - જાડેજો કે' છે,

આવાં દુઃખ કેની આગળ ગાવાં રે હે જેશળજી કહે છે...

હે રુદિયા રૂવે ને માંયલો ભીતર જલે રે... જીવે જીવે૦

તમે રે ચાલ્યા રે તોળી - હે વિદેશીને વાયદે રે જીવે જીવે૦

અમોથી નહીં રે રહેવાય રે - જાડેજો કહે છે...

અમે રે હતાં રે તોળી રાણી - હે મેલાં મેલાં કપડાં રે -

તમો થકી ઊજળાં કેવાણાં રે - હે જાડેજો કહે છે...

અમે રે હતાં રે તેાળી રાણી - હે કડવી વેલે તુંબડાં રે -

તમો થકી મીઠડાં કેવાણાં રે - હે જાડેજો કહે છે...

અમે રે હતાં રે તોળી રાણી - હે ઊંડે જળ બેડલાં રે -

તમો રે આવ્યાં ને અમને તાર્યા રે - હે જાડેજો કહે છે...

છેલુકી વેળાની તાળી રાણી - ગાયત્રી સંભળાવજો રે -

મારો ચેારાસીનો ફેરો મટી જાય રે - હે જાડેજો કહે છે...

દોહી કર જોડી રાજા 'જેસલજી' બોલિયા રે... જીવે જીવે૦

મારા સાધુનો બેડલો સવાયો - હે જાડેજો કહે છે...

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 147)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1989