રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવારી વારી જાઉં રે મારા નાથના નેણાં ઉપર વારી ઘોળી જાઉં રે;
wari wari jaun re mara nathna nenan upar wari gholi jaun re;
વારી વારી જાઉં રે મારા નાથના નેણાં ઉપર વારી ઘોળી જાઉં રે;
વારી વારી જાઉં રે મારા નાથના નેણાં ઉપર.
ઘેર ગંગા ને ગોમતી મારે, શીદ રેવાજી જાવું રે;
અડસઠ તીરથ મારા ઘરને આંગણે, નત તરવેણી ના’વું રે. વારી૦
શીદને કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં રે;
નાથ મારાનાં નેણાં નીરખી, હું તો પ્રેમનાં ભોજન પાઉં રે. વારી૦
શામળાકારણે સેજ બિછાવું, પ્રેમથી પાવન થાઉં રે;
નાચ નાચું મારા નાથની આગળ, વ્રજ થકી બોલાવું રે. વારી૦
દાસી જીવણ સંત ભીમને ચરણે, હેતે હરિગુણ ગાઉં રે;
સતગુરુને ચરણે જાતાં પ્રેમે પાવન થાઉં રે. વારી૦
wari wari jaun re mara nathna nenan upar wari gholi jaun re;
wari wari jaun re mara nathna nenan upar
gher ganga ne gomti mare, sheed rewaji jawun re;
aDsath tirath mara gharne angne, nat tarweni na’wun re wari0
shidne karun ekadashi, sheed trije tank khaun re;
nath maranan nenan nirkhi, hun to premnan bhojan paun re wari0
shamlakarne sej bichhawun, premthi pawan thaun re;
nach nachun mara nathni aagal, wraj thaki bolawun re wari0
dasi jiwan sant bhimne charne, hete harigun gaun re;
satagurune charne jatan preme pawan thaun re wari0
***

સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 193)
- સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981