waDi re weDish ma - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાડી રે વેડીશ મા

waDi re weDish ma

જીવણ સાહેબ જીવણ સાહેબ
વાડી રે વેડીશ મા
જીવણ સાહેબ

વાડી રે વેડીશ મા હો!

મારી રે વાડીના ભમરલા!

વાડી વેડીશ મા!

મારી રે વાડીમાં માન સરોવર

ન્હાજે-ધોજે પણ પાણીડાં ડહોળીશ મા!

વાડી રે વેડીશ મા!...

મારી રે વાડીમાં ચંપો ને મરવો

ફોરમું લેજે પણ કળિયું તોડીશ મા!

વાડી રે વેડીશ મા!

‘દાસી જીવણ’ કહે ભીમ કેરાં ચરણે

સરખે સરખી જોડી રે તોડીશ મા!

વાડી રે વેડીશ મા!...

સ્રોત

  • પુસ્તક : વસ્તુ અમૂલખ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : ફારૂક શાહ
  • પ્રકાશક : 'નવનીત સમર્પણ' ઓક્ટોબર
  • વર્ષ : 2012