paDhi paDhine huwa panDita - Bhajan | RekhtaGujarati

પઢી પઢીને હુવા પંડિતા

paDhi paDhine huwa panDita

અમરશી બાપા અમરશી બાપા
પઢી પઢીને હુવા પંડિતા
અમરશી બાપા

પઢી પઢીને હુવા પંડિતા, તત્ત્વ નવ લાગ્યો તનમાં.

ભણી ભણીને ભૂલો પડિયો, જોગ નો જોયો જુગતમાં... પઢી૦

સતગુરુ રે મુંને સાન સમજાવી, સુરતા સમજી ક્ષણમાં,

ગુરુ મોરારે મહેર કરી, જબ મગન ભયો રે મેરે મનમાં.. પઢી૦

નાભિ કમલ સે આવે ને જાવે, વરતી લાગી વ્રેમંડમાં રે,

અનહદ વાજાં વાગિયાં રે, કાંઈ નિહાળી જોયું નવ ખંડમાં રે... પઢી૦

ઊંચ નીચ એકે નવ જાણું, જાગીને જોયું તો ઘટમાં રે,

સમદૃષ્ટિથી સરખા દેખો, પિયુ પામી એક પલમાં રે... પઢી૦

ધન ને જોબનનું જોર જણાવે, એંકાર ઘણો છે અંગમાં રે,

પલમાં હંસા કું પકડી જાશે, રાત દિવસ રમો છો રંગમાં રે... પઢી૦

ભેદાભેદી રે તમે મત કરો ભાઈલા, ભાવ રાખોને ભજનમાં રે,

‘દાસ અમર’ આનંદ ગુરુ મેરા, દેવળ દર્શાયા ગગનમાં રે... પઢી૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 92)
  • પ્રકાશક : રામજી હીરસાગર, રાજકોટ