jaldi khabar lyo - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જલદી ખબર લ્યો

jaldi khabar lyo

જીવણ સાહેબ જીવણ સાહેબ
જલદી ખબર લ્યો
જીવણ સાહેબ

ચરણું કી દાસી મૈં તેરી હો મેરમ,

જલદી ખબર લ્યો, મેરી રે.

જા દિન સે પિયા, વિછડો પડ્યો હૈ વા’લા,

અબ તો રાખો મોઈ નેરી... મેરમ૦

ચકોર કું જેમ ચંદા, વા’લા,

ને ઔર અમ્રત સબ વેરી... મેરમ૦

જળ વિના જેમ મીન જીવે, વા’લા,

તો ઝાકળ હુંદા સબ ઝેરી... મેરમ૦

દાસી ‘જીવણ’ સત ભીમ કેરાં ચરણાં, વા’લા,

મારી વરત તો તુમ પર ઠેરી...

મેરમ, જલદી ખબર લ્યો, મારી.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સર્જક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1991