amaraman awgun re gurujiman gun to ghana re - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમારામાં અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા રે

amaraman awgun re gurujiman gun to ghana re

જીવણ સાહેબ જીવણ સાહેબ
અમારામાં અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા રે
જીવણ સાહેબ

અમારામાં અવગુણ રે ને ગુરુજીના ગુણ તો ઘણાં રે જી;

અમારા અવગુણ સામું મત જોજો રે...

ગુરુજી મારો દીવો રે‚ ગુરુજી મારો દેવતા રે જી;

ગુરુજી મારા પારસમણિને તોલ… અમારા અવગુણ૦

ગુરુ મારા ગંગા રે‚ ગુરુ મારા ગોમતી રે જી;

ગુરુ મારા કાશી ને રે કેદાર... અમારા અવગુણ૦

ગુરુજી મારા ત્રાપા રે‚ ગુરુજી મારા તુંબડાં રે જી;

તુંબડીએ ઊતરિયે ભવપાર... અમારા અવગુણ૦

જાલીડાં મેલાવો રે, ગુરુગમ જ્ઞાનનાં રે જી;

જાલીડાં જરણાં માહેલો જામ... અમારામ અવગુણ૦

ગુરુને પ્રતાપે દાસ ‘જીવણ’ બોલિયા રે જી;

દેજે અમને સંતચરણમાં વાસ... અમારા અવગુણ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ 1-2 (પૃષ્ઠ ક્રમાંક 215)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1963
  • આવૃત્તિ : 3