રમે છે આતમરામ ઘટ ઘટ, રમે છે આતમ રામ,
આપ તખત પર આપ નિરંજન, નકી એ દરસે તેજ,
અખંડ અભંગી આવે ને જાવે, અવિનાશી પ્રગટે સેજ.
ભ્રમર ગુફામાં ભેર જ વાગે, તે સમજે ગુરુગમ સાને,
મહેરમ મેાતી મારું જ આપે, શબદ હૈ પવને પ્રગટે પાણી.
જેમાં રાત દિવસ ન ભાસે નહિ પૃથ્વી સમાન,
પવન પાણી નિગમ નહિ જેમાં, તે તો દીસે ઉનમુનિ ધ્યાન.
શબ્દ રણુંકાર સાને સમજાયે, અનહદ તેજ અપાર,
જળમળ જળમળ જ્યોત્યું પ્રગટ હૈ, નીરખો પુરુષ દેદાર.
જે નર સતગુરુ ચરણે પોંચ્યા, તેની મિટ ગઈ ચારે ખાણ,
'દાસ ડુંગર' કહે તે તો પ્રલય પામે નહિ, તેની અલખની ફરે આણ.
rame chhe atamram ghat ghat, rame chhe aatam ram,
ap takhat par aap niranjan, nki e darse tej,
akhanD abhangi aawe ne jawe, awinashi pragte sej
bhramar guphaman bher ja wage, te samje gurugam sane,
maheram meati marun ja aape, shabad hai pawne pragte pani
jeman raat diwas na bhase nahi prithwi saman,
pawan pani nigam nahi jeman, te to dise unamuni dhyan
shabd ranunkar sane samjaye, anhad tej apar,
jalmal jalmal jyotyun pragat hai, nirkho purush dedar
je nar satguru charne ponchya, teni mit gai chare khan,
das Dungar kahe te to prlay pame nahi, teni alakhni phare aan

સ્રોત
- પુસ્તક : સંત પરંપરા વિમર્શ (પૃષ્ઠ ક્રમાંક 78)
- સંપાદક : ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 1989