premna pyala santoe paya - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રેમના પ્યાલા સંતોએ પાયા

premna pyala santoe paya

ગોરખનાથ ગોરખનાથ
પ્રેમના પ્યાલા સંતોએ પાયા
ગોરખનાથ

પ્રેમના પ્યાલા સંતેાએ પાયા, ધાર્યા મેં તો ધૂન ધણી,

હીરા માણેક મોતીના માલમી, રતન પદાર્થ પારસમણિ.

સકલ સોહં મેં કામ હમારા, રામ વિના નહિ કોઈ,

તલભર મન સે જુઓ તપાસી, રામ સમોવડ હોઈ... પ્રેમ૦

નાભિ કમળ મેં નીરખી જુઓ, કાયા કૈસી ખીલી પડી,

છત્રીસ વાજે શહેરમાં, ગગનમંડળ પર ધૂન ખડી... પ્રેમ૦

તીન ગુણ તારા તેજ અમારા, પાંચ તત્ત્વ મેં જોત્ય ખડી,

ત્રણ ભુવનમાં તુજ અજવાળું, સુરત દોર હમાન ચડી... પ્રેમ૦

જ્ઞાની નર તેા જાણે મનમાં, અવર સાચરિયો લે મથી,

ગુરુ પ્રતાપે 'ગોરખ' બોલ્યા, બોલ્યા વિના કઈ ભીન નથી... પ્રેમ૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 79)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર, રીચી રોડ, અમદાવાદ
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : 2