પ્રેમીપુરમાં પ્રેમી જન વસે રે
Premipurma premi jan vase re
સુંદરબાઈ
Sundarbai
સુંદરબાઈ
Sundarbai
પ્રેમીપુરમાં પ્રેમી જન વસે રે, કાંઈ ગુજર કેરી નાર,
વિખર્યાં મોતી શોધી કાઢિયાં રે, તે પૂરણ બ્રહ્મની જાત.
પ્રેમસંબંધી પ્રેમી પગી મળ્યો રે, તેણે પગલું કાઢ્યું સાર,
મૂળ ઘર આપ ધણી ઓળખ્યો ત્યારે, મારો પ્રાણ-જીવણ ભરતાર.
ગુજરી ઘણા દિવસ છાનાં રહ્યાં રે, હવે પ્રકટિયાં છે આપ,
ગુજરી છેલ છબીલી રંગ રંગીલી, અનુમોદ અંગ ન માય.
‘સુંદર’ સખીની એ વિનતી રે, તમે સુણજો શ્રી મહારાજ,
વ્હાલેયા તમને તમારું સુંપતાં રે, કાંઈ સરિયા સર્વે કાજ.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્યસુધા ભાગ ૩ (પૃષ્ઠ ક્રમાંક 252)
- સંપાદક : છગનલાલ વિ. રાવળ
- વર્ષ : 1931
