Preme Diya paravana - Bhajan | RekhtaGujarati

પ્રેમે દિયા પરવાના

Preme Diya paravana

વિશ્રામસાહેબ વિશ્રામસાહેબ
પ્રેમે દિયા પરવાના
વિશ્રામસાહેબ

પ્રેમે દિયા પરવાના, અબ મન મગન ભયા મસ્તાના.

શીલ-શમશેર, બુદ્ધિ કા બખ્તર, ધીરપ ઢાલ ધરાના,

ક્રિયા-કટાર કમર પર બાંધી, ગગન ચડ્યા ગુલતાના... અબ૦

અધર તખ્ત પર આસન કીના, નુરત-સુરત નિશાના,

અનહદ ધૂન અખંડિત બાજે, ઝિલમિલ જ્યોત દરસાના... અબ૦

અહોનિશ ખેલે આતમદર્શી, હોવે બ્રહ્મ સમાના,

બાહિર-ભીતર સબ ઘટ વ્યાપક, અલખ પુરુષ ઓલખાના... અબ૦

સન્મુખ સદ્‌ગુરુ હૈ સચરાચર, નયન કમલ નિરખાના,

કહે ‘વિશ્રામ’ પ્રેમ કા બાળક, સંતચરન સુખ ધ્યાના... અબ૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 312)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946