Prabhat jani pankhida re udya - Bhajan | RekhtaGujarati

પ્રભાત જાણી પંખીડાં રે ઊડ્યાં

Prabhat jani pankhida re udya

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
પ્રભાત જાણી પંખીડાં રે ઊડ્યાં
નરસિંહ મહેતા

પ્રભાત જાણી પંખીડાં રે ઊડ્યાં, કાક કરે ત્યાં કાકા રે;

૫પૈયા તો પિયુ પિયુ ઝંખે, શૂડા કૌ કૌ કરે વડ શાખા રે. - પ્રભાત૦

મોર ટૌકાર કળા કરે સુંદર, આંસુ વહે ઢેલ વીણે રે;

પલાશ પર રૂડા પોપટ બોલે, કોયલડી ટઉકે સ્વર ઝીણે રે. પ્રભાત૦

ચકચક કરતી ચકલિયું આવે, જાણે વિયેાગ તો ભાગે રે;

ખુશ ખુશ ખુશ ખિસકેલી કહે છે, રાધાને રૂડું લાગે રે. - પ્રભાત૦

વાછરુ ભાં ભાં શબ્દ ભણતાં, ગયો બાં બાં શબ્દ બોલે રે;

શીતળ મંદ પવન સુવાસિત, વામાવસ્ત્ર ઉરાડી ડેલે રે. પ્રભાત૦

તે ટાણે તો જાગિયા અક્રૂર, જાણે ભઈ ગયો ભોર રે;

‘નરસૈયા’ના સ્વામી વિણ જાણે, કે’છે ગોપીઓનો શોર રે. - પ્રભાત૦

સ્રોત

  • પુસ્તક : મીરાં અને નરસિંહ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : હરસિદ્ધભાઈ વ. દિવેટિયા
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1944