પીરનો પુકાર
piirno pukaar
જેસલ
Jesal Pir

નહિ રે મેરુ ને નહિ મેદની,
નો'તા તે દી ધરણી અંકાશ રે હાં હાં હાં
ચાંદો ને સૂરજ જે દી દોઈ નો'તા,
ધણી મારો તે દી આપોઆપ રે હાં હાં હાં
પી૨ રે પોકારે મુંજાં ભાવરાં રે !
સતી તમારો ધરમ સંભારો રે હાં હાં હાં
પોતાનાં પુન્ય વગર પાર નૈ
ગુરુ વન્યા તેમ મુગતિ ન હોય રે હાં હાં હાં
હાડ ને ચામ રોમરાઈ નહિ,
નો'તા કાંઈ ઉદર ને માંસ રે હાં હાં હાં
પિંડ પડમાં અધર રિયું,
નો'તા કાંઈ સાસ ને ઉસાસ રે હાં હાં હાં – પીર રે૦
કંકુવરણો રે સૂરજ ઊગશે,
તપશે કાંઈ બાળોબાળ રે હાં હાં હાં
ધરતીનાં દોઈ પડ ધ્રૂજશે
હોંશે કાંઈ હલહલકાર રે હાં હાં હાં - પી૨ રે૦
નર રે મળ્યા હરિના નિજિયાપંથી,
એ જી મળ્યા મને સાંસતીઓ સધીર રે હાં હાં હાં
મુવાં રે તોરલને સજીવન કર્યાં
એમ બોલ્યા જેસલ પી૨ રે હાં હાં હાં - પીર રે૦



સ્રોત
- પુસ્તક : સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : ઝવેરચંદ મેઘાણી
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન
- વર્ષ : 2017
- આવૃત્તિ : પુનર્મુદ્રણ