phool keri pankhDi - Bhajan | RekhtaGujarati

ફૂલ કેરી પાંખડી

phool keri pankhDi

જેઠીરામ જેઠીરામ
ફૂલ કેરી પાંખડી
જેઠીરામ

ભગતીનો મારગ રે, ફૂલ કેરી પાંખડી રે

સૂંઘે તેને રે સવાદ - ભગતીનો૦

કરણીના પૂરા રે, શૂરા થૈ ચાલશે રે

કાય2 ખાશે માર - ભગતીનો૦

ધરતીના ધીંગા રે પૂરા ન2 જે હશે

મરજીવા ખેલે રે મેદાન - ભગતીનો૦

સ્વાદને સૂંઘ્યા રે ગોપીચંદ ભરથરી રે

જેને વનમાં ઉપજ્યો વેરાગ - ભગતીનો૦

ગુરુના પ્રતાપે રે જેઠીરામ બોલિયા રે

દેજો અમને સંત ચરણમાં વાસ - ભગતીનો૦

સ્રોત

  • પુસ્તક : સોરઠી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, અમદાવાદ
  • વર્ષ : 2017
  • આવૃત્તિ : 1