kaho kem wisarun - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કહો કેમ વિસારું

kaho kem wisarun

અભરામ બાવા અભરામ બાવા
કહો કેમ વિસારું
અભરામ બાવા

મને વહાલો વિશ્વંભરનાથ, કહેા કેમ વિસારું.

સંકલ્પ વિકલ્પ નવખંડમાં, ઠાલું નથી કંઈ ઠામ,

જ્યાં જોઉં ત્યાં તુંહી તુંહી, મારે પડિયું છે તારું કામ... કહો૦

શ્વાસોશ્વાસ સ્મરણ કરું, જપું અજંપા જાપ,

શરીરનો સાંસો મટ્યો, મેં તે આંખે જોયો અવિનાશ... કહો૦

કામી માયા પ્રગટી, મોહ્યો સૌ સંસાર,

મહાજળમાં સૌ પડ્યા, કોઈ વીરલો ઊતરે પાર... કહો૦

ખડદર્શન ખોળીને થાક્યા, નજરે આવ્યો નાથ,

જેને કાજ જોગી જંગલ વસ્યા, તે હીરલો લાગ્યા મારે હાથ... કહો૦

સુનમાં જ્યોત ઝળહળે, ઝબકે જ્યોત અપાર,

'અભરામ' કહે નિશ્ચે જાણજો, મારી અધર છે તલવાર... કહો૦

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009